feed-image

Top Stories

Grid List

આજે ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અંતિમ દિવસ છે. ત્યારે એક મહત્વની જાહેરાત કરતા પ્રમુખ નરેશ પટેલે પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું છે. હવે નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટની ચેરમેન પદની જવાબદારી સંભાળશે.

અનામતના વિરોધમાં નિવેદન આપનાર RSSના પ્રવક્તા મનમોહન વૈદ્ય આજે અમદાવાદમાં છે. અમદાવાદઅમ આવેલા RSSના વિશ્વ સંવાદ કેન્દ્ર ખાતે યોજાયેલી મુખ્ય પ્રતિનીધીઓની બેઠકમાં તેમણે હાજરી આપી હતી.

પાટણના રાધનપુરમાં ગાયનેકોલોજીસ્ટ શૈલૈષ ગજ્જર સોનોગ્રાફી કરીને લિંગ પરીક્ષણ કરતો હોવાના આક્ષેપો સાથે રાજસ્થાન પોલીસ અને આરોગ્ય વિભાગે તેની ધરપકડ કરી છે.

ઇંગ્લેન્ડ ટીમના ઓપનર એલેક્સ હેલ્સ ભારત સામે રમાયેલી બીજી વન ડેમાં ડાબા હાથમાં ઇજાના કારણે ભારત પ્રવાસમાંથી હટી ગયો છે અને સ્વદેશ પરત ફરશે. જ્યારે ઇંગ્લેન્ડની ટ્વેન્ટી-20 ટીમમાં જોની બેયરસ્ટોને સામેલ કરાયો છે.

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનું માનવું છે કે, ડેથ ઓવરોમાં સારી બોલિંગનો શ્રેય આઇપીએલ લીગને આપુ છુ અને ત્રીજી વન ડેમાં ઇંગ્લેન્ડ સામે ટીમ દબાણ વગર ઉતરશે.

વિશ્વની પૂર્વ નંબર એક ખેલાડી સાઇના નહેવાલે સત્રના પ્રથમ મલેશિયા માસ્ટર્સ ગ્રાં પ્રી ગોલ્ડ બેડમિન્ટનની મહિલા સિંગલની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

એક તરફ ઉત્તર પ્રદેશ વિધાન સભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે તો બીજી બાજુ ઉત્તર પ્રદેશની સત્તાધારી સમાજવાદી પાર્ટીમાં ઉથલપાથલ ચાલી રહી છે. જોકે, આ બધા વચ્ચે સપાના એક મહત્વના નેતા અંબિકા ચૌધરી બસપામાં જોડાઈ જતા સપાને મોટો ઝટકો લાગ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 45માં રાષ્ટ્રપ્રમુખ બની ગયા છે. શુક્રવારે તામજામ સાથે તેમની શપથવિધી યોજાઇ. બે બાઇબલ સાથે તેમણે શપથ લીધા.

સંપૂર્ણ દારૂબંધીના ટેકામાં બિહારમાં વિશ્વની સૌથી મોટી માનવ શ્રૃંખલાની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. બિહારમાં 11 હજાર 292 કિલોમીટર લાંબી માનવ શ્રૃંખલા રાજ્યના લોકો બનાવી રહ્યા છે.

{loadposition tab-1}
{loadposition tab-2}

Grid List

ફેશનની દુનિયામાં સૌથી વધુ ધૂમ મચાવતા હોય તો તે છે બ્રાઇડલ કલેક્શન. બ્રાઇડલ કલેકશનની વાત આવે ત્યારે હવે યુવતીઓ માત્ર પાનેતર કે ચણિયાચોળીથી જ સંતોષ નથી માનતી, પરંતુ તેને જે એડવાન્સ લુક જોઈતો હોય છે તેના માટે ઇવનિંગ ગાઉન અને બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ટૂઝોમાં મસ્ટ બની જાય છે.  લાઇટ રંગોના તથા ડાર્ક રંગોના વેડિંગ ગાઉનમાં સરસ મજાનું વર્ક કરીને તેને બ્રાઇડલના વ્યક્તિત્વ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે.