feed-image

Top Stories

Grid List

વડોદરાના સાવલી તાલુકામાં એક દંપત્તિએ અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમની બે દીકરીઓ નિરાધાર બની ગઈ છે.

વડોદરા શહેરના યાકુતપુરા નજીક વહેલી સવારે ટેમ્પો અને બાઈક સવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલક વેપારીનું ગંભીર ઈજાને કારણે મોત નીપજયુ હતું.

વડોદરા ૉ જીલ્લાના સાવલી તાલુકાના ખોખર ગામે દંપતિએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી.

અનામતના વિરોધમાં નિવેદન આપનાર RSSના પ્રવક્તા મનમોહન વૈદ્ય આજે અમદાવાદમાં છે. અમદાવાદઅમ આવેલા RSSના વિશ્વ સંવાદ કેન્દ્ર ખાતે યોજાયેલી મુખ્ય પ્રતિનીધીઓની બેઠકમાં તેમણે હાજરી આપી હતી.

સુરતમાં ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વ્યાજખોર કિશોર ભજીયાવાલાના પુત્ર જીજ્ઞેશની ધરપકડ કરી અમદાવાદમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં ઈડીએ તેના દસ દિવસના રીમાંડની માંગ કરી હતી. જો કે, જીજ્ઞેશની તબિયત લથડતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે અને શનિવારે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

અમદાવાદના વસ્ત્રાપુરમાં મહિલાને બંધક બનાવી ઘરકામ કરતા દંપતીએ 11થી 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

સુરતના ઉધના વિસ્તારમાં મહિલાની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી ગઈ હતી. છેડતી કરનાર રોમિયોને મહિલાએ જોરદાર મેથીપાક ચખાડ્યા હતો.

સુરતમાં જ્યાં કિશોર ભજીયાવાલાના એક દીકરા જીગ્નેશની ઇડી દ્વારા મની લોન્ડ્રિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે તો ઇડી ઓફીસ બહાર કિશોરના બીજા દીકરા વિલાશ ભજીયાવાલાએ તેમની તમામ સંપત્તિ કાયદેસરની હોવાનું જણાવી મીડિયા પર આક્ષેપો કર્યા હતા.

એકતરફ સુરતમાં લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાને લીધે 5 લોકોના સત્તાવાર મોત થઇ ચુક્યા છે જયારે કેટલાક લોકો હાલ સારવાર હેઠળ છે તો બીજી તરફ સુરતના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા રોજે રોજ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્ય છે. ગઈકાલે બારડોલીમાંથી તો આજે લીંબાયત પોલીસે 180 લીટર દારૂ ઝડપી પડ્યો છે.

આજે ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અંતિમ દિવસ છે. ત્યારે એક મહત્વની જાહેરાત કરતા પ્રમુખ નરેશ પટેલે પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું છે. હવે નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટની ચેરમેન પદની જવાબદારી સંભાળશે.

રાજકોટમાં ફરી એકવાર અજાણ્યા શખ્સો દ્વારા વાહનોને આગ ચાંપવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા એક કાર અને ૩ બાઈકોને આગ લગાડવામાં આવી છે. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે.

રાજકોટના કાગવડ ખાતે નિર્માણ પામેલ ખોડલધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે ત્રીજા દિવસે પણ કાગવડ ખાતે લાખોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યો છે. ગઈકાલે શરૂ થયેલ 21 કુંડી યજ્ઞનો આજે બીજો દિવસ છે. સાથે જ આજે કેટલાંક સંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.