feed-image

નવસારીમાં જીલ્લા વહીવટી તંત્ર અને પાલિકાના સયુંકત ઉપક્રમે સ્માર્ટ લારીનું વિતરણ કરાયુ છે. નવસારી જિલ્લાની ચાર નગરપાલિકાના ૩૦ લાભાર્થીઓને પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સોલાર લાઇટવાળી સ્માર્ટ લારીનું વિતરણ કરવામાં આવ્યું છે.

નવસારી પોલીસમાં જાણે માણસાઈ મરી પરવડી હોય એમ નવસારી પોલીસ બિન વારસી લાશને અંતિમ ક્રિયા માટે કચરાના ટ્રેકટરમાં લઇ જઇ રાજ્ય સરકારની ગાઇડ લાઇનના લીરે લીરા ઉડાવ્યા હતા. થોડા દિવસો પહેલા એક લાવારીસ લાશ મળી આવી હતી, જેના અંતિમ સંસ્કાર કરવા માટે પોલીસે કચરાના ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો હતો.

નવસારી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓએ નોકરીમાં અનામત આપવાની માંગ સાથે કોલેજને તાળાબંધી કરી હતી.

છેલ્લા 28 વર્ષથી રાજ્ય સરકારના સકારાત્મક નિર્ણયની રાહ જોઈને બેસેલા નવસારી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે.

કાયદાના રક્ષક જ ભક્ષક બને તો સામાન્ય લોકો ક્યાં જાય. આવો જ એક કિસ્સો નવસારીમાં સામે આવ્યો છે. જ્યાં પોલીસ કોન્સ્ટેબલે જ ફરિયાદી પાસે લાંચ માગ્યાની ફરિયાદ નવસારી ગ્રામ્યમાં નોંધાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

ગાડીનો વીમો ઓછો હોવા છતાં દસ્તાવેજ સાથે ચેડા કરી વધુ વીમો પકવી 82 લાખ રૂપિયાની ઉચાપત થવા મામલે આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}