feed-image

પાટણ પાસે આવેલા ચાણસ્માના વડાવલી ગામે પરીક્ષાની બાબતને લઈને ગઇકાલે સર્જાયેલી જૂથ અથડામણ બાદ હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

ચાણસ્માના વડાવલી ગામે પરીક્ષાની બાબતને લઈને જૂથ અથડામણ સર્જાઈ હતી. જેમાં 24 વર્ષિય એક યુવકનું મોત થયુ હતું. જ્યારે પાંચ લોકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો બીજીતરફ વણસેલી સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.

ફરી એક વખત જીએસટીવીના અહેવાલની અસર થઈ છે. પાટણના રાજપુરા ગામમાં શાળાના આચાર્યના વિરોધમાં ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. આ અંગે જીએસટીવીએ અહેવાલ પ્રસારીત કર્યો હતો.

ઉત્તર ગુજરાતના મહેસાણા નજીક આવેલા ઊંઝા અને અરવલ્લીના બાયડના ચોઇલા ગામે જૂથ અથડામણની બે અલગ અલગ ઘટનાઓએ પોલીસને દોડતી કરી મૂકી છે. ચોઇલા ગામે પ્રેમ પ્રકરણને લઇને બે જૂથ વચ્ચે મામલો બિચકતા આગચંપીની ઘટનાથી સ્થિતિ તંગ બની હતી. જ્યારે ઊંઝાના ભાભર ગામે બે મુસ્લિમ જૂથો વચ્ચે મસ્જિદને લઇને મામલો બિચકતા સર્જાયેલી અથડામણમાં 8થી 10 લોકોને ઇજા પહોંચી હતી.

પાટણના હારિજમાં દારૂના નશામાં ધુત બે વ્યક્તિનો ઝઘડો શાંત પાડવા પહોંચેલા વ્યક્તિ દ્વારા છૂટેલી બંદુકની ગોળીનો ભોગ માસુમ બન્યો છે.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પર ગામમાં દલિત સમાજનો આર્થિક સામાજિક બહિષ્કાર કરતાં 14 પરિવારોના 70 સભ્યો છેલ્લા 4 મહિનાથી હિજરત કરી પોતાનો ગુજારો કરતાં હતા.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}