feed-image

જેતપુરમાં આવેલી સેન્ટ ફ્રાન્સિસ સ્કુલમાં ખોટી રીતે રૂપિયા પડાવવાના વિરોધમાં રજૂઆત કરવા ગયેલા વાલી પર હુમલો કરવામાં આવ્યો. શાળાના આચાર્યએ વાલી પર હુમલો કરતા પોલીસ ફરીયાદ નોંધાઈ.

હળવદના માથક ગામે યુવકની હત્યા બાદ તંગદીલી સર્જાઇ છે. આ ઘટના બાદ ગામની દુકાનોમાં ટોળાએ આગચંપી કરી છે. ઘટના બનતાની સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે.

રાજકોટમાં જસદણમાં સફાઇ કામદારો દ્વારા ઉપ-મુખ્યમંત્રીના પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ મામલે સફાઇ કર્મચારી મંડળના પ્રમુખ સહિત સફાઇ કામદારોની પોલીસે ધરપકડ કરી છે.

રાજકોટમાં સમર કેમ્પનું આયોજન થયુ છે અને તે દ્વારા પ્રતિભાવાન ખેલાડીઓ તૈયાર કરવાના છે. પરંતુ તેમના નિવાસ માટે દયનિય સ્થિતિ સર્જાઈ છે. કારણ કે ખેલાડીઓને રહેવા માટે ભિક્ષુક ગૃહ આપવામાં આવ્યા છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}