feed-image

સુકમામાં નક્સલી હુમલાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં ભાજપ ઉજવણીમાં વ્યસ્ત બની છે. આજે ભાવનગરનો 295મો સ્થાપના દિવસ હોવાથી ભાવેણા વાસીઓએ શહીદોના માનમાં શાંતિપૂર્ણ ઉજવણી કરવાનું નક્કી કર્યુ.

બે દિવસ બાદ આવી રહેલી અક્ષય તૃતિયાથી શુભ કાર્યોની શરૂઆત થઈ રહી છે. જેને લઈને વેપારીઓમાં ઉત્સાહ છે. તો વળી સુવર્ણ ખરીદી માટે પણ શુભ મૂહ્ર્ત છે. અક્ષય તૃતિયાનું જૈનોના પવિત્ર તીર્થ પાલિતાણામાં અનેરુ મહત્વ છે અને તેને લગતી તૈયારીઓ શરૂ થઈ છે.

ભાવનગર જીલ્લાના વરતેજ તાલુકાના નવાગામમાં પ્રેમી પંખીડાએ સજોડે ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણી દીધો. પરિવારે પ્રેમસંબંધને મંજુરી આપી દીધી હોવા છતા આ પ્રેમી પંખીડાએ મોતને વ્હાલુ કર્યુ છે.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બી.એમ.સી ના ૨૨૦૦ કર્મચારીઓને ૭માં પગારપંચનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અનુસંધાને મળેલી એક બેઠકમાં મેયર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં ઓટીઝમ પીડિત આદિત્યરાજ નામના બાળ કલાકારે બનાવેલા ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}