feed-image

ફાગણી પૂનમ પર કૃષ્ણ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના અને રંગોત્સવના પર્વની અનોખી ધુમ હોય છે. જગપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પણ રંગોના પર્વની ઉજવણી કરી હતી. દ્વારકામાં મોટી સંખ્યામાં ભાવિકોએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા.

દ્વારકા નજીક દરિયામાં વધુ પવન ફૂંકાવાના કારણે નવીબંદરની એક બોટ ડૂબી જતા એક ખલાસીનું મોત નિપજ્યુ હતુ. જયારે 3 ખલાસી હજુ લાપતા છે.

દ્વારકાના ખંભાળીયા રોડ પર આવેલા હંજીયાખરા પાટીયા પાસેથી પોલીસે 4 લાખની નવી નોટો સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

દ્વારકા જિલ્લાના સલાયામાં એક જ કોમના બે પરિવારો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ચાર વ્યક્તિને ઈજા થતા હોસ્પીટલ ખસેડાયા હતાં.

દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે ચારણ સમાજના દેવી સોનલ માતાની 94મી જ્યંતી ઉજવાઈ હતી. જેમાં સમગ્ર જિલ્લામાંથી ૧૫,૦૦૦ જેટલા ચારણ લોકોએ માતાના દર્શન કરી પ્રસાદી રૂપે સમૂહ ભોજન લીધું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયામાં આવેલા માર્કેટિંગ યાર્ડ છેલ્લા 23 વર્ષથી બંધ હાલતમાં છે. જેથી આ વિસ્તારના ખેડૂતોને હાલાકી પડી રહી છે.

સરકારના નોટબંધીના નિર્ણયને આજે ૩૪માં દિવસે પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી જેથી  ખંભાળિયાના ખેડુત હિતરક્ષક સમિતિ દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}