feed-image

રાજ્યમાં એસીપી તરીકે ફરજ બજાવતા રીમા મુન્શીને ગુજરાત હાઈકોર્ટે હાલ પૂરતી વચગાળાની રાહત આપી છે. રીમા મુન્શીને હટાવવાના આદેશ સામે હાઈકોર્ટે હાલ પૂરતી રોક લગાવી છે. તેમજ યથાવત સ્થિતિ જાળવી રાખવા કહ્યુ છે.

વલસાડ ભાજપના સાંસદ કે.સી. પટેલ સામે દિલ્હીમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપે આ મામલે નિંદા કરી છે. જોકે સાંસદ સામે પગલા ભરવા માટે કેન્દ્રિય નેતાગીરી નિર્ણય લેશે તેમ ભાજપ નેતા આઈ.કે. જાડેજાએ કહ્યુ હતુ.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે અશોક ગેહલોતની નિમણૂક કરી છે ત્યારે સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે શંકરસિંહ વાઘેલા અને તેના સમર્થકોની બાદબાકી થઈ શકે છે.

દિલ્હી મ્યુનિસપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે બહુમત મેળવ્યો છે ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો.

અમદાવાદમાં ભાજપ હવે પોતાનો ગઢ વધુ મજબૂત બનાવવા માટે રણનીતિ તૈયાર કરી રહી છે. હાલમાં શહેરની 16 બેઠકો ભાજપ પાસે છે.પરંતુ દાણીલીમડા વિધાનસભા બેઠક બીજેપી ક્યારેય જીતી શક્યું નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમનાથમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં મળેલી બે દિવસીય બેઠક બાદ ભાજપ દ્વારા આગામી જૂન સુધીના કાર્યક્રમો નક્કી કરી દેવામાં આવ્યા છે. અમિત શાહના કોંગ્રેસને બૂથમાંથી ઉખેડી નાખવાના મંત્રને ધ્યાને રાખી ભાજપ આગામી દિવસોમાં બૂથ સ્તરના કાર્યક્રમો ઘડી કાઢ્યા છે.

દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં મોદી લહેરના કારણે ભાજપનો ભગવો લહેરાયો હોવાનું મનાય છે ત્યારે તેના પર પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બહેન પટેલ પ્રતિક્રિયા આપી હતી.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}