feed-image

સોમનાથમાં ભાજપ આયોજીત પ્રદેશ કારોબારીની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્તરપ્રદેશ કરતાં ગુજરાતમાં પ્રચંડ વિજય મેળવવાનું અમિત શાહે કાર્યકરોને આહ્વાન કર્યુ હતું. બેઠકમાં કોંગ્રેસને માત્ર હરાવવાની નહીં પરંતુ જડમૂળમાંથી ઉખેડી ફેંકવાનો અમિત શાહે હુંકાર ભર્યો હતો.

અરબી સમુદ્રતટે સોમનાથ મંદિરના ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. સોમનાથ મંદિરની ભવ્યતાને નિખારતા “ખુશ્બૂ ગુજરાત કી” કેમ્પેઇન અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડર આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના વૉઇસમાં નવીન લાઇટ એન્ડ શો તૈયાર કરવામાં આવ્યો છે.

સોમનાથ ખાતે યોજાયેલી બે દિવસીય કારોબારી બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, સુરતમાં પીએમ મોદી દ્વારા યોજાયેલ રોડ શો અદભૂત હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠકો કબજે કરવા સોમનાથમાં ભાજપની પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઈ. 2 દિવસીય આ પ્રદેશ કારોબારી બેઠકમાં રણનીતિ ઘડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દિવસ-રાત તનતોડ મહેનત કરી રહ્યાં છે. જ્યારે આ બેઠકમાં ગુજરાતના રાજ્યકક્ષાના પ્રધાન નાનુ વાનાણી નીંદર માણતા ઝડપાયા હતા. જ્યારે અન્ય નેતાઓ મોબાઈલમાં વ્યસ્ત હતા.

યાત્રાધામ સોમનાથથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ યાત્રાધામ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી. જે આઠ યાત્રાધામોમાં 24 કલાક સફાઈ કામદારી થવાની છે તેમાં સોમનાથ, દ્વારકા, ગિરનાર, અંબાજી, પાલિતાણા, પાવાગઢ, ડાકોર અને શામળાજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}