feed-image

ઈન્ડિયન આર્મીનો પ્રયાસ હોય છે કે વધુને વધુ યુવાનો પોતાની કારકિર્દી બનાવવા માટે આર્મી જોઈન્ટ કરે. જેના માટે આર્મી અવેરનેશ પ્રોગ્રામ પણ યોજે છે. જામનગરમાં આર્મી સ્ટેશન પર પણ આજે યુવા વિદ્યાર્થીઓ માટે એક પ્રોગ્રામનું આયોજન કરવામા આવ્યું. જેમાં અલગ-અલગ શાળાના 328 વિદ્યાર્થીઓએ આર્મી અને આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારો બાબતે જાણકારી મેળવી.

ખાનગી શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવતી ફી સામે જામનગર એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો છે. ફી નિયમન વિધેયક ધારો બની ચૂક્યો છે. તેમછતાં તેની અમલવારી થતી નથી.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાની મામલતદાર કચેરીને આજે કોંગ્રેસ દ્રારા તાળા મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

કરોડોના ખર્ચે દોઢ વર્ષ પહેલા જ બનેલી દેવભૂમિ દ્વારકા જિલ્લાની આલીશાન એસી હોસ્પિટલના એક કરોડથી વધુના એસી શોભાના ગાંઠ્યા બન્યા છે તથા તેના કારણે ઉનાળામાં કરોડોના એસી વચ્ચે પણ દર્દીઓ દેશી હાથના પંખાથી હવા ખાવી પડી રહી છે.

રાજ્યના દરિયા કિનારાની સુરક્ષા માટે સાગર સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે ત્યારે દ્વારકા અને પોરબંદરમાં સુરક્ષા એજન્સીઝે એક્સરસાઈઝ યોજી હતી.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં જનરલ હોસ્પિટલમાં અપૂરતી સુવિધાનો મામલો સામે આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સતત બીજા દિવસે પાન અને ખાણીપીણીના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}