feed-image

પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે રાજ્યના 4 મોટા શહેરોમાં ખેડા ચંપારણ સત્યાગ્રહને શતાબ્દી વર્ષ નિમિત્તે રેલીનું આયોજન કરાયું. અમદાવાદમાં વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ બાઈક રેલીને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

માતર તાલુકાના લીંબાસીની સીમમાં માલાવાડા ચોકડી પાસે આવેલી બંધ રાઇસ મીલના ગોડાઉનમાંથી નકલી દારૂ અને સિગારેટ બનાવવાની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી હતી. બંધ રાઈસ મીલના ગોડાઉનમાંથી રૂપિયા 19.63 લાખનો સામાન ઝડપાયો હતો.

છેલ્લા કેટલાક દિવસથી દેશમાં સામે આવેલી આતંકી પ્રવૃતિઓના પગલે ડાકોરના ભક્તિ માર્ગ પર તંત્ર તરફથી પોલીસ સુરક્ષાની સાથે મેડિકલ સુવિધા પણ વધારી દેવામાં આવી છે. બીજીતરફ કૃષ્ણ ભક્તોની ભક્તિ અને શ્રદ્ધામાં કોઈપણ કમી આવી નથી.

સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ તાબાના રાજ્યમાં આવેલા 14 મંદિરોમાં આજથી હરીભક્તો ત્રણ દિવસ સુધી ધર્માદો જમા કરાવી શક્શે.

ફાગણી પૂનમના પવિત્ર દિવસે ડાકોરના ઠાકોર રણછોડરાયજીના દર્શન કરવા માટે પગપાળા જતા ભાવિકોની સંખ્યામાં નોધપાત્ર વધારો થયો છે. જેમ જેમ પુનમ નજીક આવે છે તેમ-તેમ કૃષ્ણ ભક્તો પોતાના પરિવાર, મિત્રો સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાકોરના ઠાકોર રણછોડરાયજીના દર્શન કરવા માટે ઉમટી પડયા છે.

ખેડા જીલ્લાના વડતાલ ખાતે જૈન સમાજ દ્વારા સૌ પ્રથમવાર સ્વામીનારાયણ સંપ્રદાયનો ગ્રંથ શિક્ષાપત્રી સોનાના અક્ષરે લખવામાં આવ્યો છે. જેને વડતાલ મંદીરને અર્પણ કરવામાં આવ્યો હતો.

આજકાલ કૃષિમાં પણ ધરતીપુત્રો સંશોધન અને નવી તકનીકો અપનાવતા થયા છે. ત્યારે, પરંપરાગત ખેતીની સાથે ફૂલોની ખેતી પણ કરતાં થયા છે. ખેડાના કરમસદના ખેડૂતો પણ ફૂલોની ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યા છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}