feed-image

Top Stories

ચાઈનીઝ મોબાઈલ કંપની ઓપોના ઓફિસમાં ત્રિરંગાના અપમાનનો મામલો સામે આવ્યો છે. આ ઘટના ઓપો ઈન્ડિયાના નોઈડા સેકટર 63માં આવેલી ઓફિસમાં બની હોવાનું બહાર આવ્યું છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રેલવે ક્રોસિંગ પર એક એકસપ્રેસ ટ્રેન અને તેલ ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા જ્યારે અન્ય 14 લોકો ઘાયલ થયા હતા.

મુંબઈ નજીકના ઠાણેની જિલ્લા અદાલતે માદક પદાર્થોના કથિત આંતરરાષ્ટ્રીય માફિયા વિક્કી ગોસ્વામી અને તેની સહયોગી મમતા કુલકર્ણી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતની સરકારે નિર્ણય કર્યો છે કે અલ્તાફ હુસૈન યુનિવર્સિટીનું નામ બદલવામાં આવશે. આ નિર્ણયથી પાકિસ્તાનની ચોથી સૌથી મોટી પાર્ટી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટની સાથે વધી રહેલી દુશ્મનાવટના સંકેત છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય દેશોએ પરમાણુ હથિયારો પર વૈશ્વિક પ્રતિબંધ લગાવવા સાથે સંકળાયેલી ચર્ચાનો બહિષ્કાર કર્યો છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહીતના લગભગ 40 દેશો નવી સંધિ પર ચર્ચા માટે બોલાવાયેલી સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં સામેલ થયા ન હતા.

વૈશ્વિક આતંકવાદી સંગઠન અલકાયદા ભારત સહીત દક્ષિણ એશિયામાં પોતાની આતંકવાદી ગતિવિધિઓને તીવ્ર બનાવવા પ્રયત્ન કરી રહ્યું છે.