feed-image

એક તરફ ઉત્તર પ્રદેશ વિધાન સભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે તો બીજી બાજુ ઉત્તર પ્રદેશની સત્તાધારી સમાજવાદી પાર્ટીમાં ઉથલપાથલ ચાલી રહી છે. જોકે, આ બધા વચ્ચે સપાના એક મહત્વના નેતા અંબિકા ચૌધરી બસપામાં જોડાઈ જતા સપાને મોટો ઝટકો લાગ્યો છે.

સંપૂર્ણ દારૂબંધીના ટેકામાં બિહારમાં વિશ્વની સૌથી મોટી માનવ શ્રૃંખલાની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. બિહારમાં 11 હજાર 292 કિલોમીટર લાંબી માનવ શ્રૃંખલા રાજ્યના લોકો બનાવી રહ્યા છે.

વર્ષ-2008ના માલેગાંવ વિસ્ફોટોની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાં મહત્વની રજૂઆત કરી છે. એનઆઈએનું કહેવું છે કે આ મામલામાં આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને અદાલત જામીન આપશે તો તેને તેની સામે કોઈ વાંધો નથી.

જલીકટ્ટૂ પર સુપ્રીમ કોર્ટની રોક વિરુદ્ધ તમિલનાડુમાં પ્રદર્શનો થઈ રહ્યા છે,ત્યારે હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ જલીકટ્ટૂનો ઉલ્લેખ કરીને યુનિફોર્મ સિવિલ કોડનો મામલો ઉઠાવ્યો છે. ઓવૈસીએ કહ્યું કે, જલીકટ્ટૂ પર થઈ રહેલા દેખાવો હિંદુત્વવાદી શક્તિઓ માટે બોધપાઠ છે. જો કે અન્ય રાજકીય પક્ષોએ ઔવેસી પર જલ્લિકટ્ટુના વિવાદને સાંપ્રદાયિક રંગ આપવાનો આરોપ લગાવ્યો હતો.

પંજાબ-હરિયાણા હાઈકોર્ટની ડિવિઝન બેંચે ગુરુવારે મુરથલ ગેંગરેપ કેસની સુનાવણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે આરોપોમાં એક હદ સુધી સચ્ચાઈ લાગી રહી છે અને એ પણ સ્પષ્ટ થઈ ચુક્યું છે કે બળાત્કાર થયો હતો. જસ્ટિસ એસ. એસ. સરન અને જસ્ટિસ દર્શનસિંહની ખંડપીઠે જણાવ્યું છે કે બળાત્કાર થયો હતો અને ગુનેગારોની ધરપકડ કરવી જોઈએ.

ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી જીતી ફરી સત્તા સ્થાને બીરાજવા માટે સીએમ અખિલેશ યાદવે એક પ્લાન બનાવ્યો છે. જેમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવી ભાજપની 15 ટકા હિન્દુ વોટબેંક છીનવી લેવાની યોજના છે.

દિલ્હી પોલીસ કમિશનર આલોક વર્મા સીબીઆઈના નવા ડિરેક્ટર બન્યા. પ્રધાનમંત્રી મોદીએ સીબીઆઈના ડિરેક્ટર પદ માટે વર્માની નિયુક્તીને મંજૂરી આપી દીધી છે.

જલીકટ્ટૂ પર સુપ્રીમ કોર્ટની રોક વિરુદ્ધ તમિલનાડુમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે હૈદરાબાદના સાંસદ અને એઆઈ-એમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ યુનિફોર્મ સિવિલ કોડનો મામલો ઉઠાવ્યો છે.

દારૂના કારોબારી વિજય માલ્યા પાસેથી લોનની વસૂલાત કરવા માટે ઋણ વસૂલી માટેની ટ્રિબ્યૂનલે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને મંજૂરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય બજેટ રજૂ કરવાની માગણી સાથેની અરજી પર સુનાવણી 23 જાન્યુઆરી સુધી મુલતવી કરી છે.

ઉત્તર પ્રદેશમાં સાઇકલના જંગ બાદ હવે ગઠબંધનને લઇને ચર્ચાનો દોર શરૂ થયો છે ત્યારે અજીત સિંહની પાર્ટી રાષ્ટ્રીય લોકદળ કોંગ્રેસ અને સપાના ગઠબંધનમાં સામેલ નહીં થાય. આ પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}