RSS પ્રેરિત સ્વદેશી જાગરણ મંચે પીએમ મોદીના નીતિ પંચના કામકાજ પર વ્યક્ત કરી શંકા

India

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત સંગઠન સ્વદેશી જાગરણ મંચે બે વર્ષ પહેલા મોદી સરકાર દ્વારા બનાવવામાં આવેલા નીતિ પંચના કામકાજ સંદર્ભે ફરી એકવાર આશંકા વ્યક્ત કરી છે.

 

RSS પ્રેરિત સ્વદેશી જાગરણ મંચનું માનવું છે કે દેશના વિકાસની શ્રેષ્ઠ નીતિઓ બનાવવાના ઉદેશ્યોમાંથી નીતિ પંચ ભટકી ગયું છે. નીતિ પંચ માત્ર વિદેશી મલ્ટીનેશનલ્સ કંપનીઓનું નોકર બનીને રહી ગયું છે. સ્વદેશી જાગરણ મંચ તાજેતરમાં નીતિ પંચ દ્વારાલ લેવામાં આવેલા નિર્ણયોથી ખાસું નારાજ છે. નીતિ પંચે તાજેતરમાં જિનેટિક રીતે પાકને મોડીફાઈ કરવાની મંજૂરી આપી છે. સ્વદેશી જાગરણ મંચ શરૂઆતથી જ દેશના સ્વદેશી મોડલ દ્વારા વિકાસની વાત કરતું રહ્યું છે.

આરએસએસ સાથે સંકળાયેલા સંગઠનનો દાવો છે કે નીતિ પંચને ભારતના ખેડૂતો બાબતે જાણકારી નથી. સ્વદેશી જાગરણ મંચના નેતા વંદના શિવાએ ક્હ્યું છે કે નીતિ પંચ માત્ર નામનું રહી ગયું છે. નીતિ પંચનું આખું નામ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા છે. વડાપ્રધાનને આવા નામ ખૂબ પસંદ પડે છે. પરંતુ જો આવા નામના સ્થાને કામ પર ધ્યાન આપવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળી શકે તેમ છે. તેમણે કહ્યું છે કે નીતિ પંચ કંઈક એવી રીતે કામ કરી રહ્યું છે કે જેવું કેટલાંક કિશોરો પ્રાચીન જ્ઞાન અને પ્રાચીન સભ્યતાઓના જ્ઞાન સાથે રમત કરતા હોય છે.

તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છેકે નીતિ પંચ માત્ર કેટલાક લોબી ગ્રુપ્સ માટે પોતાનું કામ કાઢવાનું માધ્યમ બની ગયું છે. મહત્વપૂર્ણ છે કે 10 જાન્યુઆરી-2017ના રોજ યોજાયેલી બેઠકમાં તમામ વિશેષજ્ઞોએ નીતિ પંચના કામકાજ પર પ્રશ્નાર્થો ઉભા કર્યા હતા. સ્વદેશી જાગરણ મંચે આરોગ્ય અને કૃષિ ક્ષેત્ર માટે બનવવામાં આવેલી નીતિ પંચની નીતિઓને નિષ્ફળ ગણાવી હતી.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}