લખનૌમાં સપા અધ્યક્ષ મુલાયમસિંહ યાદવે કરી પ્રેસ કોન્ફરન્સ

India

લખનૌ ખાતે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી છે. તેમની સાથે તેમના નાના ભાઈ શિવપાલ યાદવ પણ હાજર હતા.

 

મુલાયમસિંહે કહ્યુ છે કે સમાજવાદી પાર્ટી ખૂબ સંઘર્ષ બાદ ઉભી થઈ છે. તેમણે પાર્ટીની એકતા માટે સમય આપ્યો છે. મુલાયમસિંહ યાદવે સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યુ છે કે તેમની પાસે માત્ર પાર્ટીના કાર્યકર્તાઓ જ છે. તેમણે અને શિવપાલે સમાજવાદી પાર્ટીને બનાવવા માટે ઘણી તકલીફો વેઠી છે.

બંને ઘણીવાર જેલમાં ગયા છીએ. શિવપાલ રાત્રે છૂપાઈ જતા અને દિવસે પ્રચાર કરતા હતા. મુલાયમસિંહ યાદવે રામગોપાલ યાદવ પર અન્ય પાર્ટીના અધ્યક્ષને ચાર વખત મળવાનો આરોપ લગાવ્યો છે. મુલાયમે કહ્યુ છે કે જો રામગોપાલ તેમને કહેત તો તેમના પુત્રવધૂ અને પુત્રને બચાવી લેત. પણ તેઓ ખોટા હાથમાં રમી રહ્યા છે.

મુલાયમે કાર્યકર્તાઓને સાથ આપવાની હાકલ કરતા કહ્યુ છે કે તેઓ તેમની સાથે રહે અને પાર્ટીની એકતામાં કોઈપણ અડચણ પેદા કરી શકશે નહીં. તેમણે કહ્યુ છે કે રામગોપલ યાદવ પાર્ટીને તોડી રહ્યા છે. તેઓ અખિલ ભારતીય સમાજવાદી પાર્ટી નામ રાખી રહ્યા છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}