નોટબંધી પર 7 સવાલ : કેટલાંકના મળ્યા જવાબ તો કેટલાંક અદ્ધરતાલ

India

ગત આઠ નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીની જાહેરાત બાદ દેશભરમાં કંઇક અલગ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, સરકાર દ્વારા અચાનક નોટબંધીના ઉઠાવવામાં આવેલા પગલાને લઇને લોકોના મનમાં અનેક સવાલ ઉઠ્યા હતા. એક તરફ લોકો નોટબંધી બાદ રીતસર લાઈનમાં ઉભા થઇ ગયા હતા તો બીજીતરફ કેટલાક લોકોએ રિઝર્વ બેંક અને સરકારની પાસે મોટી સંખ્યામાં માહિતી ખાતાના અધિકાર હેઠળ અરજીઓ મોકલી હતી. જેમાં અનેક પ્રકરાની જાણકારીઓ માંગવામાં આવી હતી. જો કે, બે મહિના પસાર થયા બાદ કેટલાંક સવાલોના જવાબ મળ્યા છે, તો કેટલાંકના અદ્વરતાલ રહ્યાં છે.

સવાલ-1: નોટબંધીનો નિર્ણય કોણે લીધો, સરકારે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ?

નાણાં મામલા માટે બનેલી સંસદીય સમિતિને લખેલી નોટમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વાતની જાણકારી આપી કે, સાત નવેમ્બર 2016 ના રોજ સરકારે કેન્દ્રિય બેંકને ત્રણ મોટી સમસ્યાઓ(નકલી નોટનો વેપાર, કાળુ નાણું અને આતંકવાદને નાણાંકીય સહાયતા) નો હવાલો આપતા 500 અને 1000 રૂપિયાની નોટને પ્રતિબંધિત કરવાની સૂચના અપાઇ.

સવાલ-2. શું નોટબંધીની જાહેરાત પહેલા મુખ્ય નાણાંકીય સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ અને નાણાં પ્રધાન અરૂણ જેટલીની સલાહ લેવામાં આવી હતી?

 રિઝર્વ બેંકે આ સવાલને આરટીઆઇ કાયદાના દાયરાથી બહાર બહતાવી તેનો જવાબ આપવાનો ઇનકાર કર્યો.

સવાલ-3. નોટબંધીની જાહેરાતના દિવસે રિઝર્વ બેંક પાસે 2000 રૂપિયા અને 500 રૂપિયાની નવી નોટોમાં કેટલું ચલણ હતું?

રિઝર્વ બેંકે એક આરટીઆઇને જવાબ આપતા કહ્યું કે, નોટબંધીની જાહેરાતના દિવસે કેન્દ્રિય બેંકની પાસે 4.94 લાખ કરોડ રૂપિયા 2000ની નોટોમાં હતા. સાથે એ પણ બતાવ્યું કે, એ સમયે બેંકની પાસે 500 ના દરની નવી નોટ ન હતી.

સવાલ-4. નોટબંધી પર કેન્દ્રિય કેબિનેટે જે કેબિનેટ નોંધ આપી હતી, તેમાં શું જાણકારી હતી?

સરકારે આ આરટીઆઇને જવાબ નથી આપ્યો.

સવાલ-5. 2000 રૂપિયાની નોટ જારી કરવાનો પ્રસ્તાવ ક્યારે પારિત કરાયો હતો?

આરબીઆઇએ એક આરટીઆઇનો જવાબ આપતા કહ્યું કે, કેન્દ્રિય બોર્ડે ગત વર્ષે 19 મે એ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

સવાલ-6. શું ઉર્જિત પટેલની પહેલા રિઝર્વ બેંકના ગવર્નર રહેલા રધુરામ રાજને કેન્દ્ર સરકારને એ અપીલ કરી હતી કે, 500 રૂપિયાની નોટને પ્રતિબંધ કરવાનો નિર્ણય સપ્ટેમ્બર 2016માં તેમના કાર્યકાળ સમાપ્ત થતાં પહેલા લાગુ કરવામાં ન આવે?

રિઝર્વ બેંકે આ અરજીનો જવાબ આપવાનો ઇનકાર કર્યો.

સવાલ-7. નોટબંધીના નિર્ણયના આયોજન માટે કેટલી બેઠકો થઇ,તેમં શું થયું અને તેમાં કોણ કોણ હાજર રહ્યાં?

નાણાં મંત્રાલય તરફતી આ સવાલનો કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}