રાષ્ટ્રીય ધ્વજના અપમાન પર ભડક્યા સુષ્મા સ્વરાજ, એમેઝોનને માફી માંગવા કહ્યું

India

દુનિયાની સૌથી મોટી અમેરિકી ઇ-કોમર્સ કંપની એમેઝોને બિનજવાબદાર હરકતથી ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. ભારતીય તિરંગાના અપમાન પર વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે એમેઝોનને માફી માંગવા માટે કહ્યું છે અને પોતાની વેબસાઇટ પરથી તિરંગાના અપમાન સાથે જોડાયેલ તમામ પ્રોડક્ટને વેબસાઇટ પરથી તરત જ દૂર કરવા તાકીદ કરી છે.


વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કેનેડામાં એમેઝોનની સાઇટ પર ભારતીય તિરંગાના રૂપમાં ડોરમૈટ વેચવાની ઘટનાની નોંધ લેતા એમેઝોન કેનેડાને તાત્કાલિક તેનું વેચાણ રોકવા અને વગર શરતે માફી માંગવા કહ્યું છે. સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી કહ્યું કે, એમેઝોને તરત જ અમારા તિરંગાનું અપમાન કરનાર તમામ ઉત્પાદકોને હટાવી લેવા જોઇએ. સુષ્માએ ટ્વિટમાં કહ્યું કે, જો આવું તત્કાળ નહીં કરવામાં આવે તો અમે કોઇપણ એમેઝોન અધિકારીઓને વિઝા નહીં આપીએ અને પહેલાથી જારી વિઝાને પણ રોકી લેવામાં આવશે.



વાસ્તવમાં અતુલ ભોબે નામના એક શખ્સે સુષ્મા સ્વરાજને ટ્વિટ કરતા કેનેડામાં વેચાઇ રહેલી આ ડોરમૈટ વિશે જાણકારી આપી હતી અને વિદેશ પ્રધાન પાસે આ મામલામાં કાર્યવાહી કરવાનો આગ્રહ રાખ્યો હતો.

BLOG COMMENTS POWERED BY DISQUS

Related News

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}