પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નોટબંધીના નિર્ણયને ઘાતક ગણાવ્યો

India

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નોટબંધીના નિર્ણયને ઘાતક કહેતાં ચેતવણી આપી કે, નોટબંધીના હજુ વધારે ખરાબ પરિણામો સામે આવશે. તેમણે કહ્યું કે નોટબંધીના કારણે GDP ગગડીને 6.6 ટકા સુધી પહોંચી શકે છે.

નોટબંધી વિરોધમાં કોંગ્રેસ દ્વારા આયોજિત જનવેદના સંમેલનમાં સંબોધન કરતા ડો. મનમોહન સિંહે કહ્યું કે, નોટબંધીના નિર્ણય દ્વારા મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો આપ્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી સતત કહી રહ્યાં છે કે નોટબંધી દ્વારા તેઓ આર્થિક સુધારણા લાવવાનું કામ કરી રહ્યાં છે પરંતુ આપણી સામે નોટબંધીના દુષ્પરિણામ આવવાના શરૂ થઇ ગયા છે અને હજુ ઘાતક પરિણામ આવવાના બાકી છે.
 
મનમોહન સિંહે કહ્યું કે, 8 નવેમ્બર પછી દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. તેમણે અર્થશાસ્ત્રીઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે,  GDPના દર 6.6 ટકા સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે છેલ્લાં બે વર્ષોમાં દેશની આર્થિક હાલત બદતર થઇ ગઇ છે અને આ સમય દરમિયાન રાષ્ટ્રીય આવકમાં વધારો થવાના મોદીના દાવાઓ પણ ખોખલા સાબિત થયાં છે.

BLOG COMMENTS POWERED BY DISQUS

Related News

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}