feed-image

ઈન્ડોનેશિયાની મહિલા મૌલવીઓએ બાળલગ્નોની સમસ્યા નાબૂદ કરવા સહીતના વિભિન્ન મુદ્દાઓ પર ઘણાં ફતવા જાહેર કર્યા છે. મુસ્લિમ બહુમતી ધરાવતા ઈન્ડોનેશિયામાં મહિલાઓ દ્વારા મુખ્ય ધાર્મિક ભૂમિકા પોતાના હાથમાં લેવાની બાબત ઈસ્લામિક જગતમાં દુર્લભ ઉદાહરણ ગણાય છે.

અશાંત બલૂચિસ્તાનની ઈરાનના સિરસ્તાન સાથેની સરહદે આતંકવાદીઓ દ્વારા થયેલા ફાયરિંગમાં આઠ ઈરાની બોર્ડર ગાર્ડ્સના મોત નીપજ્યા છે. મિર્જવેહ ખાતે થયેલા ફાયરિંગમાં અન્ય ચાર ઈરાની બોર્ડર ગાર્ડ્સ ઘાયલ થયા છે.

અમેરિકામાં 28 વર્ષીય ભારતીય નાગરિકે લાખો ડોલરના બહુચર્ચિત કોલસેન્ટર ગોટાળામાં પોતાનો ગુનો કબૂલ્યો છે. ટેક્સાસમાં રહેતા અશ્વિન ચૌધરીએ ટેક્સાસમાં આવેલી અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ ડેવિડ હિટનર સમક્ષ પોતાનો ગુનો કબૂલ્યો છે. તેને જુલાઈ-2017માં સજા ફરમાવવામાં આવશે.

જર્મનીમાં આતંકવાદી હુમલા રોકવાના ઈરાદે મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા બુરખા પર આંશિક પ્રતિબંધને મંજૂરી આપી દેવામાં આવી છે. તેના સિવાય સુરક્ષા સાથે જોડાયેલા અન્ય કેટલાંક ઉપાયોને પણ જર્મનીની સરકારે મંજૂરી આપી છે. આ નવા કાયદાઓને મંજૂરી સપ્ટેમ્બર માસમાં થનારી ચૂંટણી અને જર્મનીમાં આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે.

સાઉદી અરેબિયા દ્વારા ગેરકાયદેસર પ્રવાસીઓને દેશ છોડીને ચાલ્યા જવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ બાદ 12000 બાંગ્લાદેશી પ્રવાસીઓ 30 જૂન સુધીમાં દેશ છોડીને ચાલ્યા જશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પોતાના હુમલામાં વધારો કરવાનું એલાન કર્યું છે. તાલિબાનો તરફથી સ્પ્રિંગ ઓફેન્સિંવ શરૂ કરવાની ઘોષણા કરાયા બાદ અફઘાનિસ્તાનમાં હિંસામાં ધરખમ વધારાના આસાર છે.

સીરિયાની રાજધાની દમાસ્કસના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક પ્રચંડ વિસ્ફોટ સાંભળવા મળ્યો છે. પ્રાદેશિક ઈન્ટેલિજન્સ સૂત્રોને ટાંકીને આવી રહેલા મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે ઈરાન દ્વારા કોમર્શિયલ અને કાર્ગો વિમાનો દ્વારા નિયમિતપણે લેબેનીઝ ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહને દમાસ્કસ એરપોર્ટ ખાતે શસ્ત્રસરંજામની આપૂર્તિ કરવામાં આવે છે.

ચીને ઉત્તર કોરીયાના પરમાણુ અને મિસાઈલ કટોકટી પર અમેરિકાના નમ્ર વલણનું સ્વાગત કર્યુ. પરંતુ સાથે દક્ષિણ કોરીયામાં તેનાત એક અમેરિકાની મિસાઇલ ડિફેંન્સ સિસ્ટમ પર નારાજગી બતાવી.

ઈરાકના અર્ધલશ્કરી દળોએ દાવો કર્યો છે કે તેમણે પ્રાચીન શહેર અલ-હતરાને આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના નિયંત્રણમાંથી મુક્ત કરાવ્યું છે.

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કોર્પોરેટ અને વ્યક્તિગત એમ બંને કેટેગરીઓમાં ટેક્સ દરોમાં ઘટાડો કરી અગત્યની ટેક્સ કપાતની જાહેરાત કરી છે અને સાથે જ તેને અમેરિકાના ઇતિહાસમાં થયેલ સૌથી મોટો ટેક્સ ઘટાડા પૈકીનો એક ગણાવ્યો.

ચીને પોતાને દેશમાં નિર્માણ કરાયેલા પોતાના પહેલા વિમાનવાહક જહાજને લોન્ચ કર્યું છે. દક્ષિણ ચીન સાગર વિવાદ અને ઉત્તર કોરિયા દ્વારા પેદા કરાયેલા તણાવ વખતે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે પોતાના દેશની સેનાઓને તમામ પ્રકારના યુદ્ધ માટે તૈયાર રહેવાની હાકલ કરી હતી. ત્યારે ચીન દ્વારા સ્વદેશી વિમાનવાહક જહાજનું જળાવતરણ કરવામાં આવ્યું છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}