અમેરિકાના નવા એટોર્ની જનરલ જેફ સેશન્સએ મુસ્લિમોની પ્રવેશબંધીના વિચારનો વિરોધ કર્યો

World

અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એટોર્ની જનરલ પદે સેનેટર જેફ સેશન્સને પદનામિત કર્યા છે. જેફ સેશન્સે ટ્રમ્પથી અલગ દ્રષ્ટિકોણ અપનાવતા અમેરિકામાં મુસ્લિમોના પ્રવેશને પ્રતિબંધિત કરવાના વિચારનો વિરોધ કર્યો છે.

 

તેમણે કહ્યુ છે કે આતંકવાદનો ઈતિહાસ ધરાવતા દેશોમાંથી આવતા લોકો પર તેને કેન્દ્રીત કરવું જોઈએ. સેનેટેર જેફ સેશન્સે સાંસદોને જણાવ્યું છે કે તેમને મુસ્લિમોની પ્રવેશબંધીમાં વિશ્વાસ નથી અને તેઓ આ વિચારનું સમર્થન કરતા નથી. તેઓ એક ધાર્મિક સમુદાય તરીકે મુસ્લિમોને અમેરિકામાં દાખલ થતા રોકવાના વિચાર સાથે સંમત નથી.

સેશન્સે કહ્યુ છે કે અમેરિકામાં ઘણાં સારા મુસ્લિમ નાગરીકો છે અને તેમણે અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું છે. અમેરિકા ધાર્મિક સ્વતંત્રતા અને લોકોની તેમની ધાર્મિક આસ્થાના પાલન કરવાનો અધિકાર આપવાની બાબતે ઉંડો વિશ્વાસ ધરાવે છે. તેઓ અમેરિકામાં મુસ્લિમોની પ્રવેશબંધી સંદર્ભે સેનેટર પેટ્રિક લીહીના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર વખતે અમેરિકામાં મુસ્લિમ ઈમિગ્રાન્ટ્સના આવવા પર પ્રતિબંધ લગાવવાની ઘણી વખત વાત કરી ચુક્યા છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}