feed-image

Top Stories

કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે આઇપીએલ સીઝન-10ની દિલ્હી ડેયરડેવિલ્સ સામેની મેચમાં કેપ્ટન ગૌતમ ગંભિરના અણનમ 71 રન અને ઉથપ્પાની 59 રનની ઇંનિંગની મદદથી કેકેઆરની ટીમે માત્ર 16.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 161 રન બનાવી જીત મેળવી છે.

આઇપીએલની સીઝન -10માં અવનવા રેકોર્ટ બની રહ્યા છે. જ્યારે જૂના રેકોર્ડ ટૂટી રહ્યા છે. આ બધાની વચ્ચે આઇપીએલની 10મી સીઝનમાં ગુજરાત લાયન્સના કેપ્ટન સુરેશ રૈનાએ એવો રેકોર્ડ બનાવ્યો છે, જેને કદાચ જ કોઇ તોડી શકે. 

IPL 10માં ગુજરાત લાયન્સે રૉયલ ચેલેન્જર્સ બેગ્લોંરને 7 વિકેટથી જીત મેળવી હતી.  જીત સિવાય પણ એક અન્ય કારણથી ગુજરાતના કેપ્ટન સુરેશ રૈનાને માટે આ મેચ ખાસ બની ગઇ હતી. વાસ્તવમાં, પહેલી વખત રૈનાની દિકરી ગ્રેસિયા મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવી હતી.

રશિયાની ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ અહીં રમાઇ રહેલી સ્ટટગાર્ડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. મારિયા શારાપોવાએ મહિલા સિંગલમાં પોતાની પ્રતિસ્પર્ધી એકાતેરીના મારાકોવાને 7-5, 6-1થી હરાવી હતી.

ભારતને પહેલો વિશ્વકપ જીતી આપનાર ટીમના કેપ્ટન કપિલ દેવના મીણની પ્રતિમા દિલ્હીના મેડમ તુસાદ સંગ્રહાલયમાં મુકવામાં આવશે. કપિલ દેવ સાથે આ સંગ્રહાલયમાં રમત જગતના અન્ય દિગ્ગજોની પણ પ્રતિમા મુકવામાં આવી છે.

બીસીસીઆઇએ પોતાના નફા માટે આઇસીસી સાથે જંગે ચડ્યું છે. પરંતુ આશ્ચર્યજનક બાબત છે કે ભારતીય ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થાને પોતાના ખેલાડીઓની જ ચિંતા નથી. બીસીસીઆઇએ ગયા 6 મહિનામાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને સેલેરી પણ આપી નથીં.

કોલકત્તામાં ઇડન ગાર્ડન ગ્રાઉન્ડ પર રમવા જઇ રહેલી આઇપીએલ -10ની કેકેઆર અને દિલ્હી ડેયરડેવિલ્સ વચ્ચેની મેચમાં કેકેઆરે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

પોતાના અનોખા અંદાજ દ્વારા ટ્વિટ કરવા માટે જાણિતા ભારતના પૂર્વ ક્રિકેટર વીરેંદ્ર સહેવાગે લાગે છે કે ઘણા લોકોની મુશ્કિલીઓ દુર કરી દીધી છે. 'કટપ્પાએ બાહુબલી કો ક્યું મારા' આ સવાલનો જવાબ વિશે લોકો સોશિયલ સાઇટ પર ચર્ચા કરતા હોય છે પરંતુ હવે સહેવાગે તેનો જવાબ પોતાના અંદાજમાં આપ્યો છે.

ભારતીય ક્રિકેટર અને કેકેઆર ટીમના કેપ્ટન ગૌતમ ગંભિરે સુકમા નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોની મદદ માટે આગળ આવ્યો છે.

ઇંડિયન પ્રીમિયર લીગ-10માં કોલકત્તા નાઇડ રાઇડર્સની ટીમને તેના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી ડેયરડેવિલ્સની ટીમ આજે પડકાર આપશે. શુક્રવારે સાંજે 4 વાગ્યાથી શરૂ થનારા આ મુકાબલામાં મજબૂત ફોર્મમાં જોવા મળી રહેલી કેકેઆરની ટીમ સામે દિલ્હી ડેયરડેવિલ્સનો સામનો થશે.