ત્રણેય ફોરર્મટમાં કપ્તાની કરવી સપના સમાન: કોહલી

Cricket

ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું છે કે, ત્રણેય ફોરર્મેટમાં ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળવું સપના સમાન છે અને તેણે ક્યારેય આવું વિચાર્યું પણ ન હતું.

વિરાટ કોહલીએ કહ્યું કે, આ વાસ્તવમાં સપના જેવું લાગી રહ્યું છે. મે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે, મારા જીવનમાં આવો દિવસ પણ આવશે. હું જ્યારે ટીમમાં આવ્યો ત્યારે મારું લક્ષ્યસતત સારો દેખાવ કરી ટીમને જીત અપાવવામાં યોગદના આપવાનો રહ્યો હતો.

કોહલીએ એમ પણ કહ્યુ્ં કે, મને ભગવાને આ તક આપી છે. તમારી સાથે જ્યારે પણ કશું થાય છે ત્યારે તેની પાછળ કોઇ કારણ હોય છે. વધુમાં તેણે કહ્યું કે, કપ્તાનની સાથે જવાબદારી પણ વધી જાય છે અને તેના કારણે મને સારા ક્રિકેટર અને સારા માણસ બનવામાં મદદ મળી છે. હું આ અનુભવથી ઘણું બધુ શીખ્યો છું અને આના કારણે મે આ પડકાર સ્વિકારી લીધો છે.

મહત્વનું છે કે, મહેન્દ્ર સિંહ ધોનીએ સીમિત ઓવરની કપ્તાની છોડ્યા બાદ વિરાટ કોહલીને ઇંગ્લેન્ડ સામે રમાનાર વન ડે અને ટ્વેન્ટી-20 સિરીઝમાં કપ્તાન બનાવવામાં આવ્યો છે. તે 2014થી ટેસ્ટ ટીમનું કપ્તાન સંભાળી રહ્યો છે.

BLOG COMMENTS POWERED BY DISQUS

Related News

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}