પરોઠા બનાવનાર ક્રિકેટરની PAK ની T-20 ટીમમાં પસંદગી

Cricket

પાકિસ્તાનની નેશનલ ક્રિકેટ અકાદમીની ટીમમાં એક પરોઠા બનાવનારની પસંદગી થઇ છે. તે મલેશિયા સામે ટ્વેન્ટી-20 મેચ રમનાર પાકિસ્તાનની નેશલ ક્રિકેટ અકાદમીની ટીમ તરફથી રમશે. આ પરોઠા બનાવનાર ક્રિકેટરનું નામ હનાન ખાન છે. તે કરાચીની એક હોટલમાં પરોઠા બનાવી પોતાનું જીવન ગુજારે છે. જો કે, હાલ તો તે ગ્રેડ-2 ની ઘરેલુ મેચમાં ક્વેટા માટે રમે છે.

 પાકિસ્તાની મીડિયા અનુસાર, હનાને કહ્યું કે, પસંદગીનો ફોન આવ્યો ત્યારે મને લાગ્યું કે, કોઇ મજાક કરી રહ્યું છે. એટલા માટે મે ફરીથી ફોન કર્યો, જેમાં બે ટ્વેન્ટી-20 માટે મારી પસંદગીની પૃષ્ટિ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે, ટીમમાં પસંદગી થવાથી હું ઘણો ખુશ છું. જ્યારે લાહોરથી મારા પર ફોન આવ્યો ત્યારે હું એક મેચ રમી રહ્યો હતો. ત્યાર બાદ મે ફરીથી ફોન કરીને પસંદગી વિશે બતાવવામાં આવ્યું હતું ત્યારે મને વિશ્વાસ થયો હતો.

હનાનને ક્વેટામાં ટેલેન્ટ હન્ટ પ્રોગામ દરમિયાન ક્વેટા ગ્લેડિએટર્સ તરફથી રમવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. ક્રિકેટમાં પોતાની પસંદગીના ખેલાડી વિશે હનાને કહ્યું કે, તે પાકિસ્તાનના પૂર્વ કપ્તાન સલમાન બટ પોતાનો સૌથી પસંદગીનો ખેલાડી છે. જો કે, તેને આશા છે કે, તે પોતાની મહેનતના દમ પર એક દિવસ પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહેશે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}